જામનગર નજીક આરટીઓ ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે મળેલી બાતમીના આધારે સ્વીફટ કારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.1,56,000 ની કિંમતની 312 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે નાશી ગયેલા શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ જામનગર-ખંભાળિયા રોડ પર આરટીઓ ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાથી હેકો હરદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, પો.કો.મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલા અને પીઆઇ એમ.ડી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા મહિપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા કારસવારે પોલીસને જોઇ કાર મૂકી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂા.1,56,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 312 નંગ બોટલ મળી આવતા રૂા.3 લાખની કિંમતની જીજે-25-જે-9775 નંબરની સ્વીફટ કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.4,56,000 નો મુદ્દામાલ કબ્જે કરી કારચાલક તથા માલિકની શોધખોળ માટે ગુનો નોંધી તપાસ આરંભી હતી.