જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી સંતકબીર સોસાયટીમાં આવાસમાં રહેતાં યુવાનને બીમારી સબબ તબીયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ધ્રોલ ગામમાં વાગુદડીયા પુલ પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહનો સાંપડતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સરૂ સેકશન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગર પાસેની સંતકબીર સોસાયટીમાં આવેલા ઇ-405 આવાસમાં રહેતાં અજયભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.વ.44) નામના યુવાનને ત્રણ વર્ષથી કેન્સરની બીમારી થઈ હતી અને ગત તા.5 ના રાત્રિના સમયે અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું રાત્રિન સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પુત્રી રીયાબેન દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ થી લતીપર રોડ પર ઉપર આવેલા વાગુદડીયાના પુલ પાસેથી આશરે 50 વર્ષના રખડતા ભટકતા પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે તેજશભાઈ ફીચડીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.