Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પૈસાની લેતી-દેતી મામલે હોટલ સંચાલકની હત્યાનો પ્રયાસ

જામનગરમાં પૈસાની લેતી-દેતી મામલે હોટલ સંચાલકની હત્યાનો પ્રયાસ

પાંચ શખ્સો દ્વારા છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો : મોટા ભાઈની હાલત ગંભીર : નાના ભાઈને સામાન્ય ઈજા

- Advertisement -

જામનગર શહેરમાં બેડી નાકા પાસે આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ ઉપર પાંચ શખ્સો દ્વારા પૈસાની લેતી દેતી મામલે થયેલી બોલાચાલી બાદ છરી-ધારીયા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી નાકા પાસે આવેલી માધવ રેસ્ટોરન્ટના સંચાલક જીજ્ઞેશભાઈ ઉર્ફે લાલાભાઈ તથા વિરલ ઉર્ફે પાવલી પુંજાણી વચ્ચે પૈસાની લેતી દેતી થઈ હતી. જે બાબતે મંગળવારે મધ્યરાત્રિના સમયે વિરલ ઉર્ફે પાવલી પુંજાણી, જયદીપસિંહ ઝાલા, હાર્દિકસિંહ ઉર્ફે ઉદુ ઝાલા, નિકુંજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી રેસ્ટોરન્ટ પાસે આવીને જીજ્ઞેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને પાંચ શખ્સો દ્વારા જીજ્ઞેશભાઈને ઢીકાપાટુનો માર મારતા હતાં તે દરમિયાન જીજ્ઞેશભાઈનો ભાઈ દર્શન વચ્ચે પડયો હતો. દરમિયાન હાર્દિકસિંહ, નિકુંજસિંહ અને જયદીપસિંહ જાડેજા નામના ત્રણેય શખ્સો બાઈક પર છરી અને ધારિયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યાં હતાં અને જીજ્ઞેશભાઈ ઉર્ફે લાલાભાઈની હત્યા નિપજાવવાના ઈરાદે છરી તથા ધારીયાના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પાંચ શખ્સો દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં જીજ્ઞેશભાઈ અને તેનો ભાઈ દર્શન રાયશીભાઈ જોગલ નામના બંને ભાઈઓને ઈજા પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં જીજ્ઞેશભાઈની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ અંગેની જાણ થતા પીઆઇ એચ.પી. ઝાલા તથા સ્ટાફે દર્શનભાઈના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular