જામનગર તાલુકાના રસુલનગરથી બેડ ગામ વચ્ચેના માર્ગ પર આવેલા પુલ પાસે રોડની સાઈડમાં બેફીકરાઇથી આવતા મીલરચાલકે બુલેટ પર બેસેલા યુવક પર મીલર ચલાવી દઇ મોત નિપજાવી દઇ મીલર મુકી ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના રસુલનગરથી બેડ ગામ વચ્ચે આવેલા પુલ નજીક રોડ પર સાઈડમાં જયેન્દ્રસિંહ મેરૂભા જાડેજા નામનો સરમત ગામનો યુવાન બુધવારે રાત્રિના સમયે તેના બુલેટ ઉપર બેઠો હતો. ત્યારે રોડ પર રહેલું જીજે-13-એડી-0522 નંબરના મીલરના ચાલકે તેનું મીલર ચાલુ કરી ટર્ન વાડી સ્પીડમાં ચલાવતા બુલેટ પર બેસેલા યુવક ઉપર ચડાવી દેતા યુવકને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ જયેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ચાલક મીલર સ્થળ પર મુકી નાશી ગયો હતો. બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મયુરસિંહ રાઠોડના નિવેદનના આધારે મીલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.