Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપ્રેમ સંબંધનો આક્ષેપ કરી યુવક ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

પ્રેમ સંબંધનો આક્ષેપ કરી યુવક ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતાં યુવકને તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનો ખાર રાખી ગામના જ ચાર શખ્સોએ એકસંપ કરી યુવકને યુવતી સાથે સંબંધ નહીં રાખવા ધમકાવી ઢીકાપાટુનો માર માર્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રણજીત દેવશીભાઈ ચૌહાણ નામના 20 વર્ષના યુવાનને આ જ ગામના એક પરિવારની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, તેથી આ યુવાન તે યુવતીને મળ્યો હતો. આ અંગેનો ખાર રાખી મોહન ચના વાઘેલા, રાયદે ચના વાઘેલા, જીતેશ રાયદે અને ગોવિંદ સામત નામના ચાર શખ્સોએ ફરિયાદી રણજીતને બોલાવી અને આ બાબત તેને યુવતી સાથે સંબંધ નહીં રાખવા નહિતર સારાવાટ નહીં રહે તેમ કહેતા યુવાને યુવતી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

આ પછી પણ આરોપી શખ્સો દ્વારા અવારનવાર ફરિયાદી રણજીતને ગાળો કાઢવામાં આવતી હતી. આ ઉપરાંત આરોપીઓ દ્વારા રણજીતને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular