Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલ્યો બોલો... તસ્કરો ઠામવાસણ અને પંખા ચોરી ગયા....!

લ્યો બોલો… તસ્કરો ઠામવાસણ અને પંખા ચોરી ગયા….!

જામનગર શહેરના સિધ્ધાર્થનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં શ્રમિક મહિલાના મકાનમાંથી અજાણ્યા તસ્કરો બારસાક તોડીને પંખો, વાસણ અને ઈલેકટ્રીક વજન કાંટા સહિતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિધ્ધાર્થનગર શેરી નં.4, ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં રામીબેન ધનજીભાઈ પરમારના ઘરમાં તા.31/05/2023 થી એક અઠવાડિયા અગાઉના સમય દરમિયાન અજાણ્યા શખ્સો ઘરની દિવાલ ઠેકીને ઘરમાં પ્રવેશી દરવાજામાં ધકો મારીને સિમેન્ટના બારસાક તોડી રૂમમાંથી રૂા.1000 ની કિંમતનો સીલીંગ ફેન, રૂા.1500 ની કિંમતના થાળી-વાટકા સહિતના વાસણો તથા એક હજારની કિંમતના બકાલુ જોખવાનો ઇલેકટ્રીક કાંટો સહિત રૂા.3500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગે રામીબેનની ફરિયાદના આધારે સીટી સી ના પીએસઆઈ કે.આર. સિસોદીયા દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular