Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક કાર અકસ્માતમાં અમદાવાદના પિતા-પુત્ર સહિત ત્રણના કરૂણ મોત

દ્વારકા નજીક કાર અકસ્માતમાં અમદાવાદના પિતા-પુત્ર સહિત ત્રણના કરૂણ મોત

- Advertisement -

દ્વારકા નજીકનો હાઈવે વધુ એક વખત રક્ત રંજિત થયો છે. અમદાવાદનો પરિવાર તેમની મોટરકાર લઈને દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ગઈકાલે સોમવારે સવારે તેમની કાર અકસ્માતગ્રસ્ત બની જતા અમદાવાદ ખાતે રહેતા એક યુવાન તથા તેમના પુત્રના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ સાથે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ નજીક સોમવારે સવારના સમયે નિશાન માઈક્રા મોટરકાર લઈને જઈ રહેલા અમદાવાદ ખાતે રહેતા અનિલભાઈ બારોટ (ઉ.વ. 34) સહિતના ચાર વયસ્ક મુસાફરો તેમજ તેમની સાથે જઈ રહેલા બાળકો સાથેની આ મોટરકાર સોમવારે સવારે કોઈ કારણોસર રોડની એક બાજુ ઉતરી ગઈ હતી. જે ઊંડા ખાડામાં અકસ્માતગ્રસ્ત બનતા આ મોટરકારમાં જઈ રહેલા અનિલભાઈ બારોટ તથા તેમના 13 વર્ષના પુત્ર પ્રિન્સને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ બંનેના મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં તેમની સાથે જઈ રહેલા અન્ય બે મહિલાઓને પણ ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા શીતલબેન રોહિતભાઈ બારોટ (ઉ.વ. 37, રહે. અમરોલી – સુરત) નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃત્યુનો આંક વધીને ત્રણ થયો છે. આ ઉપરાંત અન્ય એક મહિલાની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત એક મહિલા અને બે બાળકોને દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ઘટના સ્થળે તથા હોસ્પિટલે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી તેમજ પોલીસ ફરિયાદ અંગેની તજવીજ કરી હતી. અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular