Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં MISHTI કાર્યક્રમનો કરાવશે શુભારંભ

જામનગર જિલ્લાના બાલાચડી ખાતે મહાનુભાવો હસ્તે મેન્ગુ્રવના રોપાનું કરાશે વાવેતર

- Advertisement -

સમગ્ર વિશ્વમાં તા.5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે.સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ.જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર્યાવરણ જાગરૂકતા અને વનસ્પતિ તથા વન્યજીવના સંરક્ષણ પર સતત કાર્ય કરી રહી છે.

- Advertisement -

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્મ્સ (Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes – MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવશે.જે અંતર્ગત ગુજરાતના 11 જિલ્લાઓની અંદાજિત 25 સાઇટ્સ પરથી પણ શુભારંભ કરવામાં આવશે.જેમાં જામનગર જિલ્લાના બલાચાડી ખાતે પણ સવારે 9 કલાકથી જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે.જેમાં મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવ (ચેર) નું વાવેતર કરવામાં આવશે.

પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ (ચેર) કેટલી અગત્યતની ભૂમિકા ભજવી શકે છે તેને ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ(ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે.ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે.મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂં પાડે છે.મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે.સ્થાનિક લોકોને બળતણ,ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.

- Advertisement -

આ કાર્યક્રમમાં મિશનલાઇફ નો સંદેશ આપી તે અંગેની પ્રતિજ્ઞા પણ મહાનુભાવોના હસ્તે લેવડાવવામાં આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular