છત્રપતિ શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેક દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ સમિતિ તથા હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવી હતી.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારીસ્વામી, ચત્રર્ભુજદાસજી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શરુ કરાઇ હતી. આ યાત્રા કાલાવડ નાકા બહાર, બાલનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી મહાકાલ ચોક, શ્રી રામ ચોક, રાજપાર્ક, ગુલાબનગર, રામવાડી, મોહનનગર, ઓમ એસિડેન્સી આવાસએ પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બેડી ગેઇટ સ્વામિનારાયણ મંદિરના સ્વામિ ચત્રર્ભુજદાસજી મહારાજ, જયભાઇ નડીયાપરા, યશભાઇ ગોહિલ, પાઠકભાસ સહિતના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો તેમજ રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઇ હતી.