Friday, January 10, 2025
Homeરાજ્યહાલારદ્વારકા નજીક બાઇક અકસ્માતમાં લાંબા ગામના બે યુવાનોના કરૂણ મોત

દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં લાંબા ગામના બે યુવાનોના કરૂણ મોત

- Advertisement -

દ્વારકા નજીકના કુરંગા પાસે આજરોજ વહેલી સવારે એક મોટરસાયકલ અકસ્માતમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બે યુવાનોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સુત્રો દ્વારા સાંપળેલી પ્રાથમિક માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હિતેશભાઈ વીરાભાઈ ભાટિયા (ઉ.વ. 23) અને સાગરભાઈ રામદેભાઈ ચેતરીયા (ઉ.વ. 21) નામના બે મિત્રો તેમના મોટરસાયકલ મારફતે આજરોજ સવારે આશરે સાડા છ વાગ્યા આસપાસના સમયે દ્વારકા તરફ આવી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત બન્યું હતું.

આ અકસ્માતમાં બંને મિત્રો હિતેશ તથા સાગર મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ સાથે તેઓને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

- Advertisement -

આશાસ્પદ યુવાનોના અકાળે કરૂણ મૃત્યુના આ બનાવે નાના એવા લાંબા ગામ સાથે આહીર સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. અકસ્માતના આ બનાવ અંગે દ્વારકા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular