Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

- Advertisement -

ભારત સરકાર ના પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયામાં જામનગરના વતની અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હિતેશ જાનીની મોદી સરકાર દ્વારા પુન: નિયુક્તિ કરવામાં આવી છે.

- Advertisement -

ભારત સરકારના પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા કે જે, કેન્દ્ર સરકારના એગ્રીકલચરલ અને એનીમલ હસબન્ડરી મિનીસ્ટ્રી દ્વારા સંચાલિત છે, જેમાં ગૌસેવા સહિત કીડી થી કુંજર (હાથી) કોઈ પણ પ્રાણી- પશુ- પક્ષી સહિત સમગ્ર જીવ જંતુ ની રક્ષા અને કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ બોર્ડ માં લોકસભા તથા રાજ્ય સભાના સાંસદો તથા વિવિધ મંત્રાલયો ના સેક્રેટેરીઓના સરકારી સભ્યો તથા દેશના 11 વરિષ્ઠ એક્સપર્ટ વૈજ્ઞાનિકો મળીને કુલ 20 સભ્યોની નિયુક્ત આ બોર્ડ માં થાય છે, જે ગેજેટેડ બોર્ડનું સ્વતંત્ર હેડ ક્વાર્ટર વલ્લભગઢ હરિયાણા ખાતે આવેલું છે.

ડો. હિતેશ જાની આ પહેલાં પણ 5 વર્ષ સુધી આ બોર્ડના ડાયરેક્ટર રહ્યા છે. જેમના કાર્યની નોંધ લઈ ને મોદી સરકારે તેમની પુન: નિયુક્ત કર્યા છે. સમગ્ર દેશના નિયુક્ત પામેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાં ભારત સરકારના આ બોર્ડમાં જામનગરના ડો. હિતેશ જાની ગુજરાત રાજ્ય માંથી એક માત્ર નિયુક્ત થયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular