આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ છે. તે નિમિતે વડાપ્રધાન મોદીએ અભિનંદન સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે. તેમણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરૂં છું.