અતીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરમાં ચાલી રહેલા ગ્રેટ ગોલ્ડન સર્કસના કલાકારોના સન્માન કરવાનો કાયેક્રમ રાખવામાં આવેલો. છેલ્લા 55 વષેથી ગુજરાત તથા દેશની જનતાને તેમના અવનવા પ્રયોગો રજૂ કરીને લોકોને મનોરંજન પુરુ પાળતું ગ્રેટ ગોલ્ડન સર્કસ ગુજરાતનું એકમાત્ર સર્કસ છે તો આ સર્કસના કલાકારોનું સન્માન પ્રેક્ષકોની તાળીઓના ગળગળાટ વચ્ચે કલાકારો વતી સર્કસના મેનેજર મહેન્દ્ર દાસ, મેનેજર બશીરભાઈ, મેનેજર ક્રિષ્નાભાઈને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ ગોસાઈ(બિટુકભાઈ), ટ્રસ્ટના ટ્રસ્ટી બિંદીયાબેન ગોસ્વામી તેમજ શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ સોનછાત્રાના વરદ્ હસ્તે મોમેન્ટો અપેણ કરી સન્માનવામાં આવેલ હતા. તેમજ સકેંસના કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કલાકારોને કુંકુમ તીલક કરી અને હાર તોરા કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એરોઝ પબ્લીશીટીના સંચાલક દીપકભાઈ પારેખ ખાસ ઉપસ્થિત રહયા હતા તેમજ ટ્રસ્ટના સભ્યો કીંજલબેન ગોસાઈ, નીરવભાઈ ગોસાઈ, ભાગ્યેશ ગોસાઈ, ભુમીબેન ગોસા, માલતીબેન ગોસાઈ, ભાગ્યેશભાઈ ગોસાઈ, વીમલભાઈ ગોસાઈ ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન બિમલભાઈ સોનછાત્રાએ કરેલ હતું. તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.