Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે આવતીકાલે બાઇક રેલી

હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે આવતીકાલે બાઇક રેલી

શિવાજી મહારાજ સમિતિ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેકની ઉજવણી નિમિત્તે આયોજન

- Advertisement -

જામનગર શહેરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા આવતીકાલે હિન્દુ સામ્રાજ્ય દિવસ ની ઉજવણીના ભાગરૂપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનના 350 થી વધુ યુવાનો પોતાના બાઈક સાથે આ રેલીમાં જોડાશે, અને નગર ભ્રમણ કરશે.

- Advertisement -

જેની સાથે સાથે શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો રથ અને ઘોડેશ્વાર પણ જોડવામાં આવશે.

ભારતના મહાન સપૂત અને હિન્દુ સામ્રાજ્ય ના શૂરવીર પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજના 350 માં રાજ્યાભિષેક દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરમાં બાઈક રેલી સાથેની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 2 જુનના સમગ્ર દેશભરમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે, ત્યારે જામનગર શહેરમાં પણ વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગરૂપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા યોજાનારી શોભાયાત્રા કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવના મંદિરેથી શુક્રવારે બપોરે 4 વાગ્યે પ્રસ્થાન થશે, જે મહાકાલ ચોક, શ્રીરામ ચોક, રાજપાર્ક થઈ ગુલાબનગર, રામવાડી, મોહનનગર અને ઓમ રેસીડેન્સી આવાસ પાસે પૂર્ણ થશે.

- Advertisement -

આ વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્સ તૈયાર કરાશે, સાથે સાથે ઘોડેશ્વર પણ જોડાશે. ઉપરાંત 350 થી વધુ હિન્દુ સમાજના તરવરીયા યુવાનો પોતાના બાઈક સાથે જોડાશે, અને ડી.જે.ના સથવારે નગર ભ્રમણ કરશે. આ શોભાયાત્રામાં જોડાવા માટે શિવાજી મહારાજ સમિતિના જયભાઈ નડીયાપરા(82005 87685) તેમજ યશભાઈ ગોહિલ(84604 66965) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular