Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધો. 12માં 96.76 પીઆર મેળવનાર નુપુર ત્રિવેદીને એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડમાં જવાની ઇચ્છા

ધો. 12માં 96.76 પીઆર મેળવનાર નુપુર ત્રિવેદીને એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડમાં જવાની ઇચ્છા

- Advertisement -

ગઈકાલે જાહેર થયેલા ધો.12 બોર્ડના પરિણામમાં સત્યસાઇ સ્કુલની ધો.12 આર્ટસની વિધાર્થીની નુપુર હિરેનભાઇ ત્રિવેદીએ 96.76 પીઆર અને 82 ટકા સાથે ઝળહળતી સિઘ્ધી મેળવી શાળા, નગર અને ત્રિવેદી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

- Advertisement -

સત્યસાઇ સ્કુલની વિધાર્થીની નુપુર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દરરોજ શરૂઆતમાં 4થી 5 કલાક અને છેલ્લે 8થી 9 કલાકનું વાંચન કરતી હતી, ટેકસબુક પર વધુ ભાર મુકયો હતો, જે મારી સફળતામાં મહત્વનું સાબિત થયું છે, મારે આગળ ઇલેકટ્રોનિકસ મિડીયામાં જવાની ઇચ્છા છે અને એન્ટરટેનમેન્ટ ફીલ્ડમાં કારકીર્દી બનાવવી છે, મારી સફળતામાં શિક્ષકો અને માતા-પિતાનો ફાળો રહેલો છે, સ્કુલ મેનેજમેન્ટે મારા કોન્ફીડેન્સમાં સંચાર કર્યો હતો. મારા પિતા પત્રકાર હોવાથી મને પણ તેમના અનુભવનો લાભ મળશે. નુપુરે વધુમાં જણાવ્યું કે, ફ્રેશ થવા મ્યુઝીક સાંભળતી હતી, તેણીને અભ્યાસ સિવાય ધાર્મિક કવિતાઓ લખવી અને ડ્રોઇંગ કરવું તેમજ એન્કરીંગનો ખુબ જ શોખ છે, નુપુરને સાયકોલોજીમાં 91, સંસ્કૃત, સોશિયોલોજી અને ઇતિહાસ આ ત્રણેય વિષયમાં 87 ગુણ આવ્યા છે, ભાવી વિધાર્થીઓને ટીપ્સ આપતા કહયુ હતું કે ખાસ તો ટેકસબુક પર ફોકસ કરવો જોઇએ, કારણ કે ટેકસબુકની બહારનું કંઇ પરીક્ષામાં હોતુ નથી, કોઇપણ વિષય હોય પાઠયપુસ્તક પર વર્ષ દરમ્યાન વિશેષ ઘ્યાન આપવામાં આવે તો આપણી રીતે પણ સારૂ પેપર લખી શકીએ છીએ. ગોખણપટ્ટી કરતા સમજીને લખવું જોઇએ અને ખાસ તો પોતાના પર વિશ્ર્વાસ રાખવો જોઇએ, બોર્ડનો ખોટો હાઉ મનમાંથી કાઢી નાખવો જોઇએ, ડર જેવી કોઇ વસ્તુ છે જ નહીં, આત્મ વિશ્ર્વાસ મોટી ચીજ છે, જો આ બધા પર ઘ્યાન દેવામાં આવે તો સફળતા ચોકકસ કદમ ચુમે જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular