Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયતમાંથી 1582 ફાઇલ અને 220 રજિસ્ટર ચોરીની ફરિયાદ

જિલ્લા પંચાયતમાંથી 1582 ફાઇલ અને 220 રજિસ્ટર ચોરીની ફરિયાદ

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતના ચકચારી ફાઇલ ચોરીકાંડમાં આખરે એફઆઇઆર નોંધવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ અપાયા બાદ ઈલેકટ્રીક શાખાની ઓફિસ ચાવી વડે ખોલીને તેમાંથી આશરે 1582 ફાઈલ તથા 220 નંગ રજીસ્ટર ટે્રકટરની ટ્રોલીમાં ચોરી કરી ગયાની વિધિવત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગની ઇલેકટ્રીક શાખાના રેકોર્ડ રૂમમાંથી બે હજાર જેટલી ફાઇલો ગુમ થઇ જવાનું સામે આવતાં પંચાયતનું તંત્ર ચોંકી ઉઠયું છે. ઇલેકટ્રીકટ વિભાગના રેકોર્ડ રૂમમાંથી બે-અઢી માસ પહેલા સંખ્યાબંધ ફાઇલો ચોરી કરવામાં આવી હોવાનું ખૂલ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો. જેના આધારે બુધવારે રાત્રિના સમયે જયવીરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા નામના સરકારી અધિકારી દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હરીસિંહ તથા અન્ય શખ્સો વિરૂધ્ધ જામનગર જિલ્લા પંચાયત કચેરીની ઇલેકટ્રીક શાખાની ઓફિસમાંથી બે – અઢી માસ પહેલાં રાત્રિના સમયે ઓફિસ ચાવી વડે ખોલી તેમાંથી અંદાજે 1582 નંગ ફાઈલ અને 220 નંગ રજીસ્ટરની ચોરી કરી આ તમામ સામાન ટે્રકટર ટ્રોલીમાં ભરીને લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે હરીસિંહ અને અન્ય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ પ્રકરણમાં જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.પી. મારવીયાએ આક્ષેપ કર્યો છે કે, ફાઇલ ચોરીની આ ઘટનામાં પંચાયતના અધિકારી અને કર્મચારીઓની સંડોવણીનો પણ ઇન્કાર થઇ શકે તેમ નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, બે મહિના પહેલા કેટલાંક શખ્સો રાત્રીના સમયે ટેમ્પો ભરીને ફાઇલ ચોરી ગયા હતાં. જિલ્લા પંચાયતમાં સિક્યોરીટી સ્ટાફ તેમજ સીટીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં ફાઇલ ચોરીની આ ઘટના અધિકારીઓની મોટી બેદરકારી દર્શાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular