Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ કથળ્યું

રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ કથળ્યું

ગત વર્ષના 86.91 ટકા સામે આ વર્ષે 73.27 ટકા પરીક્ષાર્થીઓ પાસ : જામનગર જિલ્લાનું 80.28 ટકા જયારે દ્વારકા જિલ્લાનું 80.90 ટકા પરિણામ જાહેર થયું : હાલારના કુલ 49 પરીક્ષાર્થીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ : જામનગરની મોદી સ્કૂલની છાત્રાએ સમગ્ર રાજયમાં બીજું સ્થાન મેળવ્યું

- Advertisement -

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વના પડાવ સમાન ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. પરીક્ષા આપનાર કુલ 4,77,392 વિદ્યાર્થીઓ પૈકી 3,49,792 પરીક્ષાર્થીઓ સફળ થયા છે. જો કે, આજે જાહેર થયેલું ધો. 12 સામાન્ય પ્રવાહનું 72.27 ટકા પરિણામ ગત વર્ષના 86.91 ટકા પરિણામ કરતાં 13.64 ટકા ઓછું છે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વોટસએપ નંબર પર અને બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. આજે જાહેર થયેલાં પરિણામમાં ધ્રાંગધ્રા કેન્દ્રએ સૌથી વધુ 95.85 ટકા પરિણામ મેળવ્યું છે. જયારે દેવગઢ બારિયામાં સૌથી ઓછું 36.28 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે. 84.59 ટકા પરીક્ષાર્થીઓ સફળ રહયા છે. બીજી તરફ દાહોદ જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે. જયાં 54.67 ટકા પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે.

- Advertisement -

સમગ્ર રાજયમાં 1875 પરીક્ષાર્થીઓ એ-ગ્રેડ મેળવવામાં સફળ રહયા છે. જયારે એ-ર ગ્રેડ મેળવનારા પરીક્ષાર્થીઓની સંખ્યા 21,038 રહી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લાનું કુલ 80.28 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 9,002 પરીક્ષાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જૈ પૈકી 7204 પરીક્ષાર્થીઓ સફળ થયા છે. સમગ્ર જિલ્લામાં 42 પરીક્ષાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જયારે 644 પરીક્ષાર્થીઓ એ-ર ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જામનગરની મોદી સ્કૂલની છાત્રા ક્રિશા અકબરીએ 99.98 પીઆર સાથે સમગ્ર રાજયમાં બીજું સ્થાન હાંસલ કર્યુ છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 80.90 ટકા પરિણામ જાહેર થયું છે. પરિક્ષા આપનાર કુલ 4067 પરીક્ષાર્થીઓ પૈકી 3273 પરીક્ષાર્થીઓ સફળ રહયા છે. દ્વારકા જિલ્લામાં 7 પરીક્ષાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જયારે 233 પરીક્ષાર્થીઓએ એ-ર ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ સામાન્યા પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શક્શે. ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573 00971 પર પોતાનો સીટ નંબર મોકલી પોતાનું પરિણામ જાણી શકે છે.

- Advertisement -

100 ટકા પરિણામવાળી શાળાઓ ઘટી, 10 ટકાથી ઓછા પરિણામવાળી વધી

ગત વર્ષની સરખામણીએ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ કથળ્યું છે. જેની સીધી અસર શાળાઓના પરિણામ પર જોવા મળી છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જબ્બર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની 1,064 શાળાઓ સામે આ વર્ષે માત્ર 311 શાળાઓ જ 100 ટકા પરિણામ મેળવી શકી છે. બીજી તરફ 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગત વર્ષ માત્ર એક જ શાળા એવી હતી જેનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જે સામે આ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 એ પહોંચી ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular