પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં નોંધાયેલ અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનાર સગીરાને જામનગર એસઓજીએ દરેડમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ પશ્ર્ચિમ બંગાળના સાસૌન પોલીસ સ્ટેશન કોલકાત્તામાં નોંધાયેલી સગીરાના અપહરણ કેસના આરોપી મોહંમદ ચાંદ મોહંમદ અફઝલ શેખ, ઝરાળખાન સકીલખાન નામના શખ્સો નાસતા ફરતા હોય આ દરમ્યાન બન્ને આરોપીઓ તથા ભોગ બનનાર સગીરા જામનગરના દરેડ પ્રણામી સોસાયટીમાં આવેલ સુરજભાઇના મકાનમાં રહેતા હોવાની એસઓજીના રાજેશભાઇ મકવાણા, શોભરાજસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જેડી પરમારના માર્ગદર્શન એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન આરોપી મોહંમદ ચાંદ મોહંમદ અફઝલ શેખ, ઝરાળખાન સકીલખાન નામના શખ્સો તેમજ ભોગ બનનાર સગીરા મળી આવતાં તેમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પશ્ર્ચિમ બંગાળ પોલીસને સોંપી આપ્યા હતા.