રૂા. 970 કરોડના ખર્ચે માત્ર 29 મહિનામાં તૈયાર થયેલા નવા સંસદ ભવનનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર વચ્ચે પણ પ્રધાનમંત્રી મોદી એક નવો ઇતિહાસ આલેખશે. આવતીકાલ સવારથી હવન સાથે ઉદઘાટનના જુદા-જુદા કાર્યક્રમોનો પ્રારંભ થશે. ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે તામિલનાડુના મઠના 20 જેટલા મહંતો દિલ્હી પહોંચી ગયા છે. ઉદઘાટન નીમિતે પ્રધાનમંત્રી રૂા. 75નો ખાસ ચલણી સિકકો પણ બહાર પાડશે. જયારે ટપાલ ટિકીટ પણ જારી કરવામાં આવશે. નવા સંસદ ભવનમાં 1200થી વધુ સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંસદ ભવનમાં અધ્યક્ષના સ્થાનની બાજુમાં રાજદંડ (સોંગોલ) સ્થાપિત કરવામાં આવશે. જેને લઇને પણ વિવાદ ઉભો થયો છે.