ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10 ના પરિણામમાં જામનગરની મોદી સ્કૂલનું અંગે્રજી માધ્યમનું 96.50 ટકા અને ગુજરાતી માધ્યમનું 93.05 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 24 વિદ્યાર્થીઓએ એ વન ગે્રડ સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યુ છે.
તાજેતરમાં જાહેર થયેલ ધો.10ના પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી સ્કૂલએ ઉચ્ચ પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. મોદી સ્કૂલનું અંગે્રજી માધ્યમનું 96.50 ટકા તથા ગુજરાતી માધ્યમનું 93.05 ટકા પરિણામ આવ્યું છે. મોદી સ્કૂલના કુલ 287 વિદ્યાર્થીઓમાંથી 95.12 ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જામનગર જિલ્લામાં કુલ 175 વિદ્યાર્થીઓએ એ વન ગે્રડ મેળવ્યો છે. જેમાંથી મોદી સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ એ વન ગે્રડ મેળવવામાં સફળ રહ્યા છે.
મોદી સ્કૂલના કુલ 287 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓ 99 પીઆરથી વધુ, 81 વિદ્યાર્થીઓ 95 પીઆરથી વધુ તથા 118 વિદ્યાર્થીઓએ 90 પીઆરથી વધુ ગુણ સાથે ઉત્તર્ણી થયા છે. જ્યારે બેઝિક ગણિતમાં તથા સંસ્કૃતમાં 2-2 વિદ્યાર્થીઓ અને સ્ટાર્ડડ ગણિતમાં એક વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. શિક્ષકોના માર્ગદર્શન, સમગ્ર વર્ષ દરમિયાન સતત મૂલ્યાંકન, એજ્યુકેશન સીસ્ટમમાં થતા ફેરફારો સાથે વિદ્યાર્થીઓને સીસ્ટમમાં ઢાળી ધો. 10 ની સાથે જ જેઈઈ, નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સાથેના પરિશ્રમથી વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે.