સુમેર સ્પોર્ટસ કલબ ખાતે સુમેર કલબ તથા જેડીટીટીએના સંયુકત ઉપક્રમે જામનગર જિલ્લાના ટેબલ ટેનિસ (ટીટી) ખેલાડીઓ માટે તા.21 ના દ્વિતિય ઓપન જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા સમગ્ર જિલ્લાના ખેલાડીઓ સવારે 9 વાગ્યાથી સુમેર સ્પોર્ટ કલબ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ટૂર્નામેન્ટના આયોજન માટે જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશનને સુમેર સ્પોર્ટસ કલબના પ્રેસિડેન્ટ રાજુભાઈ શેઠ તથા સેક્રેટરી ધીરેનભાઈ ગલૈયાનો સહકાર પ્રાપ્ત થયો હતો. જેડીટીટીએના પ્રેસિડેન્ટ વિક્રમસિંહ જાડેજા, વાઈસ પ્રેસિડેન્ટ જયેશભાઈ શાહ, સેક્રેટરી પ્રકાશ નંદા, જોઇન્ટ સેક્રેટરી ઉર્મીલ શાહ તથા સીનીયર કોચ કેતનભાઈ કનખરા તથા દિનેશભાઈ કનખરા (ભાઈકાભાઈ) દ્વારા ટૂર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી. રાજ્યની ટોપ રેંકડ તથા નેશનલ લેવલ પર જામનગરનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી (પ્લેયર) તનિષા કટારમલ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કુલ 60 કરતા વધારે ખેલાડીઓએ ઉત્સાહ સાથે આ ટૂર્નામેન્ટમાં પોતાનું નામ રેકોડીંગ ટેબલ પર આગળ ધપાવવા માટે કમર કસી હતી.
ટુર્નામેન્ટ માં વિજેતા થનાર ખેલાડીઓમાં જામનગર શહેર તેમજ લાલપુર અને સીદસર તાલુકાના અનેક ખેલાડીઓએ પોતાનું કૌશલ દેખાડીને વિજેતા ટ્રોફી હસ્તગત કરી હતી. વિજેતા ખેલાડીઓમાં ત્રણ કેટેગરીમાં ચેમ્પયન થઇ દરેક મેચ 3-0 સ્કોરથી જીતી તનીષા કટારમલે જીલ્લા સ્તરપર ફરી એકવાર સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. તેવીજ રીતે જામનગરનો અન્ય ખેલાડી જે આગામી સ્ટેટ ટુર્નામેન્ટમાં રેંકીંગ મેળવવા માટે આશાસ્પદ છે તેવા યજ્ઞેશ પરમારે અન્ડર 15, 19 બોયઝ કેટેગરીમાં ચેમ્પયન તથા અન્ડર 17 કેટેગરીમાં રનર્સ અપ નું ટાઇટલ મેળવ્યું હતું. અન્ડર 13 કેટેગરી માં તન્મય પુરોહીત (લાલપુર) ચેમ્પયન, નિરવ વાચ્છાણી (સીદસર) રનર્સઅપ, હર્શીલ કરંગીયા (લાલપુર) રનર્સ અપ, અન્ડર 13 ગર્લસ પ્રીયાંશીબા જાડેજા તથા ધ્વનિબા જાડેજા અનુક્રમે ચેમ્પીયન અને રનર્સ અપ થયા હતાં. અન્ડર 15 બોયઝમાં તન્મય પુરોહીત રનર્સ અપ થયો હતો. અન્ડર 15 ગર્લસમાં ચેલ્સી વાણી (લાલપુર) તથા પ્રીયાંશીબા જાડેજા અનુક્રમે ચેમ્યીયન અને રનર્સ અપ થયા હતાં. અન્ડર 17 બોય્ઝમાં હર્શ પનારા ચેમ્પયન થયા હતા.અન્ડર 17 ગર્લસમાં ચેલ્સી વાચ્છાણી (લાલપુર) રનર્સ અપ થયા હતા.હર્શ પનારા જે અન્ડર 17 માં યજ્ઞેશ પરમાર ને હરાવ્યા હતા તેની સામે અન્ડર 19 બોય્ઝ કેટેગરી માં હારનો સામનો કરી રનર્સ અપ થયા હતા. અન્ડર 19 ગર્લ્સમાં ચેતના લુવા (લાલપુર) જામનગરની તનીષા કટારમલ સામે હારનો સામનો કરી રનર્સ અપ થયા હતા. વુમન્સ સીંગલ્સ માં ધ્રુવીબા જાડેજા રનર્સ અપ થયા હતા.60+ મેન્સ માં અશ્વીન રાઠોડ ચેમ્પયન અને વિનોદ શીહોરા (લાલપુર) રનર્સ અપ થયા હતા. મેન્સ સીંગલ્સ માં ખુબજ ટફ ફાઇટ બાદ ડોક્ટર વિરલ મહેતા રનર્સ અપ અને નીલેશ વિઠલાણી ચેમ્પીયન જાહેર થયા હતા. તેવી જ રીતે વુમન્સ સીંગલ્સમાં સંગીતા જેઠવા ચેમ્યન અને છાયા ગોસ્વામી રનર્સ અપ જાહેર થયા હતાં. સમગ્ર ટૂર્નામેન્ટનું સંચાલન જેડીટીટીએ કાર્યકારી કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.