જામનગરમાં વર્ષોથી જર્જરિત અવસ્થામાં રહેલાં અંધાશ્રમ સામેના 1404 આવાસની જાત મુલાકાત લેવા માટે જામ્યુકોના વિપક્ષી નેતા સહિતના સભ્યો પહોંચ્યા હતા.
વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો રચના નંદાણીયા, પૂર્વ કોર્પોરેરટ આનંદ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વગેરેએ જર્જરીત અને ભયજનક બની ગયેલાં 1404 આવાસોની મુલાકાત લીધી હતી. જામ્યુકો દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં આ આવાસના રહેવાસીઓને ભયજનક મકાનો ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવે છે. પરંતુ કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વિપક્ષી સભ્યોએ સ્થળ મુલાકાત લઇ ભયજનક બનેલાં આ મકાનોનો ચિતાર મેળવ્યો હતો. તેમજ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જામ્યુકોના સતાધિશોને રજૂઆત કરી છે.