Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતઅદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

જીવનમાં કોઇએ નથી કરી એટલી મોટી મદદ અદાણી ફાઉન્ડેશને કરી છે - વજીરભાઈ

- Advertisement -

ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવાજ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય એન ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.

- Advertisement -

વજીરભાઈ કોટવાલિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં એમને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારો આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ વજીરભાઈ અને એમનો પરિવાર એ કામ સાથે જ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે જ્યારે વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. અમે વજીરભાઈના સમર્થનથી કોટવાળિયા સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ બનાવી એની નોંધણી કરાવી, જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી સાથે જ અદાણી સમૂહના ચેરમેન ગૌતમભાઈ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રીતિબેન અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે.

વજીરભાઈ અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશનએ એમણે વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન સીએસઆર,ગુજરાતના વડા પંક્તિબેન શાહના હસ્તે વાંસ કાપવા, પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા હતા. આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે, વાંસની દોરી કાપવામાં તેમનો સમય બચાવશે અને વધુ કમાણી કરશે.
વજીરભાઈ કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે એ માટે બહુ ઉત્સાહિત છે અને એ માટેની સરકારી પ્રક્રિયામાં વ્યસ્ત છે. વજીરભાઈ કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરૂં છુ એટલે અનેક સરકારી અધિકારી ઓળખે છે એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરી છે, હું એનાથી બહુ ખુશ છુ અને ગૌરવ અનુભુવું છુ. અમને અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે અને મળતો રહે છે. અત્યારે જે મશીનરીનો સહયોગ મળ્યો છે એ મને મળેલી આજ સુધીનો સૌથી મોટો સહયોગ છે, હું અદાણી ફાઉન્ડેશનનો ખૂબ આભારી છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular