Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરજામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે કમિશનરનું સન્માન

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે કમિશનરનું સન્માન

જામનગરમાં દરિયા કિનારેથી રિંગ રોડ બનાવવા પ્રયાસ કરીશું : કમિશનર

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે તા.15ના રોજ ચેમ્બરના કારોબારી સભ્યો પૂર્વ પ્રમુખો તથા ચેમ્બર સંલગ્ન એસોસિએશનના હોદેદારોની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાના નવનિયુકત કમિશનર ડી.એન. મોદીનો સન્માન સમારંભ યોજાયો હતો. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સમારંભના મુખ્ય મહેમાન કમિશનર ડી.એન. મોદી તથા ઉપસ્થિતોનું શબ્દોથી સ્વાગત કરતાં જણાવેલ હતું કે, ચેમ્બરની પ્રણાલીકા અનુસાર જામનગર શહેર જિલ્લામાં ચાર્જ સંભાળતા નવ નિયુકત અધિકારીઓને ચેમ્બરમાં આમંત્રિત કરી તેમનું સન્મા કરવું તથા જામનગર શહેર જિલ્લાને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરી. આ તકે ચેમ્બર પ્રમુખ દ્વારા જામનગરના નવ નિયુકત કમિશનરને તેમની કાર્યદક્ષતા વિશે બિરદાવી જામનગરના વિકાસ માટે અન્ય શહેરોની જેમ શહેરની ફરતી રીંગ રોડ બનાવવા, ડીપી/ટીપી રોડ બાબત, લાલપુર ચોકડી ખાતે મંજૂર થયેલ ફલાય ઓવરબ્રીઝ તથા સર્વિસ રોડનું કામ તેમજ જામનગરમાં ચાલતા સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના ફલાય ઓવર બ્રીઝનું કામ ઝડપભેર પૂર્ણ કરવા તથા ત્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા હાપા ઉદ્યોગનગર ખાતે ફાયર સ્ટેશન સ્થાપવા તથા વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યા દૂર કરવા તેમજ હાલ શહેરમાં ચાલતા ફલાય ઓવર બ્રિજના કામને ધ્યાને લઇ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અંદાજે 20 વર્ષથી મંજુર થયેલ સ્મશાન ચોકડીથી બેડી બંદર સુધીના માર્ગને જોડતા ડીપી રોડનું કામ ચાલુ કરવા ખાસ તાતી જરૂરિયાત બાબત રજુઆત કરી હતી. ત્યારબાદ ચેમ્બરના ઓડિટર તુષારભાઇ વી. રામાણીએ જામનગર ચેમ્બરનો પરિચય આપ્યો હતો. તેમજ નવનિયુકત કમિશનર ડી.એન. મોદીનો પરિચય ચેમ્બરના ખજાનચી અજેશભાઇ વી. પટેલે આપ્યો હતો.

- Advertisement -

આ તકે જામનગર મહાનગરપાલિકાના નવ નિયુકત કમિશનર ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અક્ષતભાઇ વ્યાસ, સહમંત્રી કૃણાલભાઇ શેઠ, ઓડીટર તુષારભાઇ રામાણી, ખજાનચી અજેશભાઇ પટેલ, ચેમ્બરની જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક પેનલના ચેરમેન મિતેશભાઇ લાલ, પૂર્વ પ્રમુખો જીતેન્દ્ર લાલ, નાથાભાઇ મુંગરા, નિરૂભાઇ બારદાનવાલા તથા ચેમ્બર સંલગ્ન એસોસિએશનના હોદેદારો પૈકી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશભાઇ હીરપરા, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા, ધી સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન વતી રિષીભાઇ પાબારી, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ના ચેરમેન ધીરજલાલ કારીયા, જામનગર એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ જોષી, જામનગર ઇલેકટ્રિક કોન્ટ્રાકટર એન્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ કગથરા, ધી કોમર્શિયલ ટેકસ પ્રેકટીશનર એસોસિએશનન વતી પ્રકાશભાઇ ઝવેરી, જામનગર કેરોસીન એલડીઓ ડીલર્સ એસોસિએશન વતી વિપુલભાઇ કોટક, જામનગર ટેકસ ક્ધસલ્ટન્ટ એસોસિઅશેન વતી ઓનઅલીભાઇ મોદી, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન વતી હસમુખભાઇ સંઘાણી, જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસોસિએશનના મંત્રી સુનિલભાઇ મામતોરા, જામનગર હાર્ડવેર મેન્યુ. એસોસિએશનના મનસુખભાઇ સાવલા, જામનગર બારદાનવાલા એસોસિએશનના ઉપપ્રમુખ નવિનભાઇ દામા, જામનગર ટેકસ એસોસિએશનના પ્રેમભાઇ ઠકકર તથા જામનગર બાંધણી હસ્તકલા એસોસિએશન વતી વિબોધભાઇ શાહે પુષ્પગુચ્છથી મહેમાનનું સન્માન કર્યુ હતું.

ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ તેમના પ્રતિભાવમાં જણાવેલ કે, જામનગર શહેરમા મે અગાઉ અધિક કલેકટર તરીકે ફરજ બજાવેલ છે. જેથી જામનગરથી પરિચિત છું મને ફરીથી જામનગરમાં કામ કરવાની તક મળેલ છે. તેથી જામનગરની વધુ સારી રીતે સેવા કરી શકીશ અને જામનગરને મોટા ગામડામાંથી શહેર બનાવવા સાથે પ્રયત્ન કરાશે. જામનગર એક સુંદર શહેર છે તેને હજુ વધુ સુંદર બનાવવા સ્માર્ટ સીટી બનાવવા સૌ એ સાથે મળી પ્રયત્નો કરવા પડશે. વધુમાં જામનગરમાં રીંગ રોડ બનાવવા દરિયા કિનારેથી એક રોડ સીધો નિકળી શકે તેમ છે તે માટે પ્રયત્નો કરીશું, લાલપુર ચોકડી ખાતે નિર્માણ પામનાર ફલાયઓવર બ્રિજ તેમજ જામનગર હાલ બની રહેલ ફલાય ઓવર બ્રિજનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે પ્રયાસો ચાલુ છે જેથી લોકોને વધુ મુશ્કેલી ન પડે, ડીપી રોડ ખોલવા ચોકકસ પ્રાથમિકતા હોવી જોઇએ, સર્મપણ પાસે સર્કલ બનાવવા ચર્ચા ચાલુ છે, પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવે છે તેમ છતાં લોકોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવશે. પરંતુ આ તમામ સુવિધાઓ માટે શહેરીજનોએ સમયસર વેરો ભરી સાથ-સહકાર આપવો પડશે.

- Advertisement -

હાલ વ્યાજ માફી યોજના ચાલુ છે. તેનો લાભ લઇ જે લોકોનો વેરો બાકી છે તેને ભરી આપવા જણાવેલ હતું. તેમજ ભૂગર્ભ ગટર કનેકશન લેવામાં લોકોએ સહકાર આપવો જોઇએ તથા ખાસ કરીને ઉદ્યોગનગર ખાતે ઉદ્યોગકારો દ્વારા જે ડિસ્ચાર્જ પાણી છોડવામાં આવે છે તેને બદલે તેનું યોગ્ય ટ્રિટમેન્ટ પ્લાન્ટ દ્વારા નિકાલ લાવવા વ્યવસ્થા કરવી જોઇએ. વેપારીઓ ઉદ્યોગકારોએ તેમના ધંધાના સ્થળે કચરાના નિકાલ માટે ડસ્ટબીન મૂકવા જોઇએ. આ તકે તેમણે ચેમ્બર દ્વારા કરવામાં આવેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં તેમમના તરફથી શહેરના વિકાસના તથા જન સામાન્યના પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ એવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ નવ નિયુક્ત કમિશનર ડી.એન. મોદીને સ્મૃતિરુપે મોમેન્ટો અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના મંત્રી અક્ષતભાઇ વ્યાસે તથા કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના સહમંત્રી કૃણાલભાઇ વી. શેઠએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular