Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશંકરટેકરી ઉદ્યોગનગરના ગોડાઉનમાં જૂગારના અખાડા પર પોલીસ ત્રાટકી

શંકરટેકરી ઉદ્યોગનગરના ગોડાઉનમાં જૂગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ગોડાઉન સંચાલક સહિત છ શખ્સોને ઝડપી લેતું સીટી સી ડીવીઝન પોલીસ : રૂા.57500 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે : સતાપરમાંથી તીનપતિ રમતા છ શખ્સ ઝબ્બે : રૂા.10150 નો મુદ્દામાલ કબજે

જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ શખ્સોને ઝડપી લઇ રૂા.57,500 ની રોકડ રકમ કબ્જે કરી હતી. જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.10,150 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં અશ્ર્વિન રમણિક નંદા નામનો શખ્સો તેના કબ્જા ભોગવટાના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની પો.કો. હરદીપ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અશ્ર્વિન રમણિક નંદા, પ્રવિણ ગોવિંદ કરંગીયા, વિપુલ શંકરલાલ દામા, અશ્ર્વિનસિંહ વિક્રમસિંહ ગોહિલ, મનુભા ભુરૂભા ચુડાસમા, જીતુભા બચુભા ચુડાસમા સહિતના છ શખ્સોને રૂા.57500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલા પીપરાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિક્રમ રામા ગોજિયા નરેન્દ્ર હાજા ડોડિયા, રાજેશ સુકા મોઢવાડિયા, અરજણ રતના ડોડિયા, જયસુખ મગન બલોલિયા, ગોવિંદ કડવા પરમાર નામના છ શખ્સોને પોલીસે રૂા.10150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular