Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવતીએ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી જઈ જિંદગી ટુંકાવી

જામનગરમાં યુવતીએ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી જઈ જિંદગી ટુંકાવી

- Advertisement -

જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં શિતલ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકે લખેલી સુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે યુવતીને ત્રાસ આપતા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા શીતલ એપાર્ટમેન્ટ સી-2 માં બીજા માળે રહેતી નુરજહાબેન ઈબ્રાહીમભાઈ હુંદડા (ઉ.વ.28) નામની યુવતીએ બુધવારે બપોરના સમયે તેણીના ઘરે કોઇ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે મૃતકના ભાઈ ઈસાક હુંદડા તથા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતાં તેમજ મૃતકે લખેલી સુસાઈડ નોટ મળી આવતા જેમાં અફરોજ તૈયબ ચમાડીયા, રજાક સાયચા, અખતર ચમાડીયા નામના ત્રણ શખ્સો દ્વારા યુવતીને સતત માનસિક ત્રાસ આપતા હતાં. જેનાથી કંટાળીને યુવતીએ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતકે લખેલી સુસાઈડ નોટ કબ્જે કરી મૃતકના ભાઈ ઈશાકભાઇના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular