રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના જાયેલ તાલુકામાં રહેતા પરસારામભાઈ ગોલુરામભાઈ પાંડર નામના 91 વર્ષના જાટ વૃદ્ધ અન્ય દર્શનાર્થી સંઘ સાથે બેટ દ્વારકા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે બેટ દ્વારકાના હનુમાન મંદિર સામે આવેલા દરિયાના પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ વિક્રમભાઈ મુનીરામભાઈ પાંડર (રહે. રાજસ્થાન) એ ઓખા મરીન પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે રહેતા અરજણભાઈ નાથાભાઈ કદાવલા નામના 70 વર્ષના વૃદ્ધનું બિમારી સબબ મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર ચનાભાઈએ ભાણવડ પોલીસમાં કરી છે.