જામનગર શહેરમાં ચેલા કેનાલ પાસેના રોડ પરથી એસઓજીની ટીમે શંકાસ્પદ 24 નંગ ખાતરના બાચકા સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચેલા કેનાલ પાસેના રોડ પરથી શંકાસ્પદ બાંચકાઓ સાથે બે શખ્સો પસાર થવાની શોભરાજસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદ ડોરીયા, રાજેશ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પી.આઈ.બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ચેલા કેનાલ પાસેથી સુખઅરમાન હિયાદ (મૂળ ભાવનગર હાલ લાલપુર) અને દિનેશ દેવાયત પોપાણીયા (ગોદાવરી ગામ લાલપુર) નામના બે શખ્સોને આંતરીને તેની જીજે-11-ટીટી-0611 માં તલાસી લેતા તેમની પાસેથી રૂા.21,240 ની કિંમતના કૃષિ ઉદય ડીઓપી લખેલા પીળા કલરના 24 બાંચકાઓ અને બોલેરો કાર કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.