જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાંથી પોલીસે રહેણાંક મકાનમાંથી રૂા.9500 ની કિંમતની 19 નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી અને રેઈડ દરમિયાન આરોપી હાજર ન હોય, આરોપીની શોધખોળ હાથ ધર હતી. જામનગરમાં ખાખીનગર વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી રૂા.3500 ની કિંમતની સાત નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને રૂા.2500 ની કિંમતની 5 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને દારૂની સપ્લાય કરનારની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રાંદલમાતાજીના મંદિર પાસે મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ચંદુભા ઝાલાના રહેણાંક મકાનેથી સીટી બી પોલીસે રેઈડ દરમિયાન રૂા.9500 ની કિંમતની 19 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી. રેઇડ દરમિયાન આરોપી મેઘરાજસિંહ ઉર્ફે પિન્ટુ ચંદુભા ઝાલાની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરનાં ખાખીનગર બાપુની વાડી વિસ્તારમાં રવિ લખમણ કરમુરના મકાનમાંથી સીટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.3500 ની કિંમતની સાત નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી. રેઈડ દરમિયાન રવિ લખમણ કરમુર હાજર ન હોય પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રિધ્ધી-સિધ્ધી હોટલ પાસે આવેલ મનસુખ ઉકા સીગળના મકાનમાં સીટી સી પોલીસે રેઈડ દરમિયાન રૂા.2500ની કિંમતની પાંચ નંગ દારૂની બોટલ સાથે મનસુખ ઉકા સીગળને ઝડપી લીધો હતો તેમજ દારૂ સપ્લાય કરનાર નિલેશ ઉર્ફેે નોડો ડાંગરની શોધખોળ હાથ ધરી હતી.