Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી બેકાર યુવાનની આત્મહત્યા

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી બેકાર યુવાનની આત્મહત્યા

આડીમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા એકલવાયુ જીવન જીવતા અને ઘણાં સમયથી કોઇ કામ ન મળતુ હોવાથી તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ પંચાયત ઓફિસ આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતાં રમેશભાઈ સોમાભાઇ મકવાણા (ઉ.વ.35) નામનો યુવાન એકલવાયુ જીવન જીવતો હતો અને છેલ્લાં ઘણાં સમયથી કોઈ કામ મળતુ ન હોવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સાંજના સમયે તેના ઘરે સાડી વડે આડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ નિલેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular