Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયતબીબોએ દર પાંચ વર્ષે રિન્યુ કરાવવું પડશે લાયસન્સ

તબીબોએ દર પાંચ વર્ષે રિન્યુ કરાવવું પડશે લાયસન્સ

કેન્દ્ર સરકારે બહાર પાડયું નોટિફીકેશન: તબીબી જગતમાં મિશ્ર પ્રત્યાઘાત

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા હવે દેશભરનાં તબીબો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ હતું.તબીબી જગતમાં આ પગલાનાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે. કેન્દ્ર સરકારે ઈસ્યુ કરેલા નોટીફીકેશન પ્રમાણે ઈન્ડીયન મેડીકલ રજીસ્ટર અથવા સ્ટેટ મેડીકલ રજીસ્ટરમાં નોંધાયા હોવા છતાં રજીસ્ટ્રેશન ઓફ મેડીકલ પ્રેકટીશનર્સ એન્ડ લાયસન્સ ટુ મેડીસન રેગ્યુલેશન 1023ની જોગવાઈ અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર નહિ ધરાવતા તબીબોએ ત્રણ મહિનામાં એથિકવ એન્ડ મેડીકલ રજીસ્ટ્રેશન બોર્ડનાં વેબપોર્ટલમાં નોંધણી અપગ્રેડેશન ફરજીયાત છે. એક વખતની પ્રક્રિયા અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર મેળવવો પડશે અને આ લાયસન્સ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે.

- Advertisement -

નોટીફીકેશનમાં જણાવાયા પ્રમાણે મેડીકલ પ્રેકટીશનર્સ લાયસન્સ અપડેટ કરવાની પ્રક્રિયામાં કોઈ ફી ચુકવવાની રહેતી નથી. સરકારના આ પગલાના તબીબી જગતમાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular