જામનગર સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો નગરીકો સામનો કરી રહ્યા છે. આકરા તાપ અને લુ વર્ષાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે ગરમીને પરિણામે લોકોની સાથે સાથે પશુ પક્ષીઓની હાલત પણ દયાનીય બાની છે. પક્ષીઓને ગરમીથી રાહત આપવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
જામનગરની તળાવની પાળ પર આવેલા માછલીઘરમાં પક્ષીઓને ઠંડક મળે તે માટે પાંજરા પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રણમલ તળાવ પાસે આવેલા માછલીધર પાસેના પક્ષીઘરમાં રંગબેરંગી કલબલાટ કરતા અનેક પક્ષીઓ પક્ષીપ્રેમીઓ અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે કોકાટીલ, તુઇ, ઇમુ, આફ્રીકન પેરોટ, રાજહંસ, બતક અને બજરીગર પક્ષીઓની ખાસ સારસંભાળ રાખવામાં આવી રહી છે. હાલ ગરમીને કારણે દિવસમાં બે થી ચાર વાર પક્ષીની ઉપર પાણી નો છંટકાવ કરાઈ રહ્યો છે. અને પક્ષીઓના પીંજારા ઉપર ઘાસનું આવરણ લગાવાયું છે, આ ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટી ગયો છે, ગરમીથી બચાવવા ખાસ પ્રકારની સાર સંભાળ હાલ તંત્ર દ્વારા પશુ પંખીઓની રખાઈ રહી છે.