જામ્યુકો કમિશનર દ્વારા શહેરમાં વિવિધ અલગ અલગ વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ પણ જરૂરી સુચનાઓ આપી હતી.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી. એન. મોદી દ્વારા ગાંધીનગર ખાતે આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, મટીરીયલ રિકવરી ફેસેલિટી સેન્ટર તથા ગુલાબનગર ખાતે લેગસી વેસ્ટ પ્રોસેસિંગ માટે ચાલતા ટ્રોમેલ પ્લાન્ટ ની સાઇટ વિઝીટ કરી હતી તેમજ જુદા જુદા વોર્ડમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સિસ્ટમનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ સાઇટ વિઝીટ દરમિયાન જાહેર માર્ગોની સફાઈ કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી, આ તકે ડે. કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, રાજેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.