કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસે પ્રથમ 30 મિનિટના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ભાજપ બીજા નંબરે અને જેડીએસ ત્રીજા નંબરે છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ 117 સીટ પર અને ભાજપ 76 સીટ પર આગળ દેખાઈ રહી છે. જેડીએસ 24 સીટો પર અને અન્યને 7 સીટ મળતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 117, ભાજપ 75 જેડીએસ 25 અને અન્ય 7 સીટ પર આગળ છે. કોંગ્રેસને 43.2%, ઇઉંઙને 36% અને ઉંઉજને 13% વોટ મળતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળતી જણાઇ રહી છે ત્યારે બેંગ્લોરમાં કોંગ્રેસ કાર્યાલયે જશ્નનો માહોલ જામ્યો છે. પાંચ વર્ષ બાદ કોંગ્રેસ ફરી સતામાં આવી રહી છે ત્યારે ભાજપ તરફથી પક્ષમાં કોઇ ભાંગફોડ કરવામાં ન આવે તે માટે પક્ષના નેતાઓ સક્રિય બની ગયા છે. ઇલેકશન જીતનારા પક્ષના તમામ ધારાસભ્યોને બેંગ્લોર બોલાવવામાં આવી રહ્યાં છે. આ માટે પક્ષ દ્વારા હેલિકોપ્ટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના ઉમેદવાર ટી રઘુમૂર્તિ ચલ્લાકેરે વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા છે, જ્યારે કુદાલગી વિધાનસભા મતવિસ્તારમાંથી એનટી શ્રીનિવાસ જીત્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવથી જીત્યા, કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની કનકપુરાથી જીત થઇ છે.
કર્ણાટકના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર વધી ગયું છે. ભાજપના આઠ મંત્રીઓ હાલમાં પોતપોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે. બી શ્રીરામુલુ (બેલ્લારી ગ્રામીણ), જેસી મધુસ્વામી (ચિકનાયકનાહલ્લી), મુરુગેશ નિરાની (બિલગી), બીસી નાગેશ (ત્રિપતુર), ગોવિંદ કરજોલ (મુધોલ), વી સોમના (વરુણા અને ચામરાજનગર), કે સુધાકર (ચિક્કબલ્લાપુર) અને શશિકલ્લા જોલે (નિપ્પાની) પોતપોતાની સીટ પર પાછળ છે. એક્ઝિટ પોલ અને વોટિંગ પેટર્નથી એ સ્પષ્ટ નથી થયું કે કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની વાત કરીએ તો 10માંથી 5એ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. ચારમાં કોંગ્રેસ અને એકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી છે.