Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : ‘મરીઝ’ના વારસદારો દ્વારા ‘મરીઝ’ નાટકના નિર્દેશક સામે કાનૂની લડત

Video : ‘મરીઝ’ના વારસદારો દ્વારા ‘મરીઝ’ નાટકના નિર્દેશક સામે કાનૂની લડત

- Advertisement -

ગઝલો અને શાયરીની દુનિયામાં ગુજરાતને ટોચના શિખરોએ પહોંચાડનારા શાયર મરીઝના જીવન સાથે જોડાયેલું નાટક મરીઝ તેમના પરિાવરજનોની પરવાનગી વિના મરીઝને સાંકળીને થતી વ્યવસાયિક, સાહિત્યક પ્રવૃત્તિઓ કરનારને ચેતવણી આપતી નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે મરીઝના તમામ સાહિત્ય સર્જન તમામ બૌધ્ધિક સંપદા પર તેમના અવસાન બાદ વારસદાર તરીકે તેમના પરિવારજનોનો કાયદેસરનો હકક, હિસ્સો અને અધિકાર સમાયેલ છે.

- Advertisement -

ગુજરાતી ભાષામાં સૌથી વધુ લોકપ્રિય ગઝલકાર તરીકે જાણીતા મરીઝ એટલે કે અબ્બાસ અબ્દુલઅલી વાસીએ અનેક ગઝલો લખી છે. ત્યારે તેમના પરિવારજનોની પરવાનગી વિના મરીઝને સાંકળીને થતી વ્યવસાયિક, સાહિત્યિક પ્રવૃત્તિઓ કરનારને નોટિસ મારફત ચેતવણી આપવામાં આવી છે. આ નોટિસે સાહિત્ય વર્તુળો, મરીઝ પ્રેમીઓ અને ગુજરાતી નાટય જગતમાં ભારે ચર્ચા જગાવી છે. મુંબઇ રહેતાં મરીઝના વારસદારો મોહસીન અબ્બાસ વાસી તથા લુલુઆ અબ્બાસ વાસી, અબ્બાન ડિસોઝા દ્વારા જામનગરના એડવોકેટ અનિલ મહેતા મારફત જાહેર નોટિસ પાઠવી જણાવ્યું છે કે મરીઝના તમામ સાહિત્ય સર્જન તમામ બૌધ્ધિક સંપદા પર તેમના અવસાન બાદ વારસદાર તરીકે તેમના પરિવારજનોનો કાયદેસરનો હકક, હિસ્સો અને અધિકાર સમાયેલા છે. મરીઝના નામે નાણાં પડાવવાની પ્રવૃત્તિ ચાલે છે. મરીઝની તમામ બૌધ્ધિધ સંપત્તિનો પ્રચાર પ્રસાર, વેચાણ વગેરેને કરીને મનસ્વી રીતે લોકો પાસેથી એક યા બીજી રીતે મરીઝના નામે નાણાં પડાવવાની પ્રવૃત્તિ ચાલે છે તે યોગ્ય છે કે વ્યાજબી નથી આવી તમામ અર્થોપાર્જનની પ્રવૃત્તિમાં અગ્ર હકક મરીઝના વારસોનો ાય છે. મરીઝના વારસોની સહી, સંમતિ કે, પરવાનગી વિના આવી કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ જેમ કે, સાહિત્યિજક નાટકીય, ફિલ્મી કે અન્ય કોઇપણ પ્રકારે કરવામાં આવે તો તે ગેરવ્યાજબી અને ગેરકાદેસર છે અને તેના માટે જે-તે આયોજક, સાહિત્ય, પ્રકાશકો, કલાકારો અને તમામ કાયદેસર રીતે જવાબદાર બને છે આ અગાઉ કમાયેલી આવક, નફો વગેરેમાં હિસ્સો વ્યાજ સહિત વસુલ મેળવવા માટે મરીઝના કાયદેસરના વારસદારો, હકકદાર બને છે તેમ નોટિસમાં જણાવાયું છે.
નોટીસમાં વધુમાં જણાવ્યું છે કે, આવું સંમતિ કે, પરવાનગી વગરનું કોઇપણ કૃત્ય હવે પછી કરવું નહિં અગાઉ કરેલ હોય તો નોટીસ પ્રસિધ્ધ થયાના 15 દિવસમાં તેના હિસાબો સહિતની તમામ વિગતોની લેખિતમાં જાણ કરવી તેમજ કોઇ પણ વ્યકિત વારસદારોની પૂર્વ સમંતિ અને લેખિત પરવાનગી વગર મરીઝનો કોઇ પણ બૌધ્ધિ સંપદાનો દુર ઉપયોગ કરશે તો તેની સામે સિવિલ તેમજ ફોજદારી તમામ પ્રકારે કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ અપાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular