Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરકાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી દ્વારા હાલારમાં કુલ 1,57,38,671...

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી દ્વારા હાલારમાં કુલ 1,57,38,671 વજનમાપની ફી વસુલાઇ

253 એકમો સામે વજનમાપ કાયદા હેઠળ તથા 22 એકમો સામે પીસીઆર નિયમો ભંગ બદલ કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ખાતાના વડા અને નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર, ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વજનમાપના સાધનોની વાર્ષિક, દ્રી વાર્ષિક અને પંચ વર્ષિય ચકાસણી મુદ્રાંકન ફી પેટે રૂા. 1,52,27,890 તથા લેટ ફી પેટે રૂા. 510781 મળીને કુલ રૂા. 1,57,38,671 વજનમાપની ફી વસુલ કરવામાં આવી હતી.

- Advertisement -

આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ એકમોની ઓચિંતી તપાસ યોજાઈ હતી. જેમાં ઈ- કોમર્સ પ્લેટફોર્મ જેવા કે ફ્લિપકાર્ટ, એમેઝોનના બ્રાંડેડ પેકેટ્સ, મેડીકલ એજન્સી, અનાજ કરિયાણા, મિઠાઈ ફરસાણ, હોટેલ રેસ્ટોરેંટ, હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીઝ અને વિવિધ એકમો વગેરે મળીને આશરે 6900 એકમોની તપાસ કરવામાં આવી હતી.

જેમાંથી 253 એકમો સામે વજન માપ કાયદા હેઠળ રૂા. 1,58,600 તથા પી. સી. આર. નિયમોના ભંગ બદલ 22 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂા. 11,50,000 ગુન્હા માંડવાળ ફ્રી વસુલ કરવામાં આવી હતી. કુલ 272 એકમો સામે દંડાત્મક કાર્યવાહી દરમિયાન રૂ. 1308600 ગુન્હા માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે. જે પૈકી 3 એકમો સામે ખાતાકીય રાહે રૂા.3,55,000 ની ગુન્હા માંડવાળ ફી ન ભરતા જામનગર કોર્ટ ખાતે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર કામગીરી દરમિયાન, જિલ્લા તોલમાપ અધિકારી જે . એચ. આદેશરા, કચેરીના નિરિક્ષકો ડો. પી. ડી. સોલંકી, વી. એન. રાઠોડ, યુ. બી. પટેલ, બી. જે. ગોસાઈ અને કે. આર. વરૂ દ્વારા ફરજ બજાવવમાં આવી હતી. તેમ મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular