Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVideo : ગરમીથી રાહત મેળવવા આઈસ્ક્રીમ અને ડીસગોલાનો આનંદ માણતા શહેરીજનો

Video : ગરમીથી રાહત મેળવવા આઈસ્ક્રીમ અને ડીસગોલાનો આનંદ માણતા શહેરીજનો

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જામનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ચૂકયું છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ડીસ ગોલા સહિતની ખાણીપીણીનો સહારો લઇ રહયા છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો આવી ખાણીપીણીની વસ્તુઓનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

- Advertisement -

જામનગરમાં ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ઉનાળાના આગમનની સાથે સાથે ગરમીથી રાહત આપતી ખાદ્ય સામગ્રીઓ તરફ લોકો વળી રહ્યા છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આઈસ્ક્રીમ, શેરડીનો રસ, ડીસ ગોલા, ઠંડા પીણા સહિતની ખાદ્ય સામગ્રીનું વેંચાણ વધી જતું હોય છે. છેલ્લાં થોડા સમયમાં કોરોના કાળને કારણે આવી ખાદ્ય સામગ્રીનું વેચાણ ઘટયું હતું. ત્યારે આ વર્ષે કોરોનાના ઘટતા પ્રમાણે વચ્ચે વેપારીઓને ઘરાકી નિકળવાની આશા દેખાઈ રહી છે.
જામનગરમાં આકરાં તાપ અને શાળા-કોલેજોમાં વેકેશન વચ્ચે લોકો રાત્રિના સમયે હળવા-ફરવાના સ્થળે ઉમટી રહ્યા છે. આ ઉપરાંત ગરમીથી રાહત મેળવવા ઠંડી ચીજ-વસ્તુઓ આરોગી રહ્યા છે. રાત્રિના સમયે વેકેશનના કારણે હળવા-ફરવાના સ્થળે લોકોની ભીડ જામતી હોય છે. તેમજ દિવસ દરમિયાન આકરી ગરમી અને અસહ્ય બફારાનો સામનો કર્યા બાદ રાત્રિના સમયે લોકો હરવા-ફરવાના સ્થળે રાહતનો શ્ર્વાસ લેતા હોય છે તેમજ સાથે સાથે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ તથા ડીસગોલા સહિતની ચીજવસ્તુઓ આરોગતા હોય છે.

- Advertisement -

શહેરમાં વર્ષો જૂની અને જાણીતી રામડેરી આઈસ્ક્રીમમાં રાત્રિના સમયે શહેરીજનોની ભીડ જામી રહી છે. ગરમીમાં રાહત મેળવવા લોકો આઈસ્ક્રીમ આરોગી રહ્યા છે. રામ ડેરી આઈસ્ક્રીમમાં રામ ડેરી સ્પેશિયલ ઉપરાંત મેંગો, સ્ટોબેરી ફલેવર તેમજ સન ડે મેજીક સહિતની વિવિધ આઈસ્ક્રીમો લોકોની પસંદ બની છે. આ ઉપરાંત મનમોજી ડીસ ગોલામાં પણ રાત્રિના સમયે લોકોની ભીડ જામી રહી છે. જેમાં કેડબરી, ચોકલેટ, ગુલાબ, કેસર સહિતના ડીસગોલા તેમજ સરબતો લોકોની પસંદ બની રહી છે. આ ઉપરાંત ડ્રાયફ્રુટ સ્પેશિયલ ડીસગોલા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular