Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઠેબા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખનું એકાએક ઢળી પડતા મોત

ઠેબા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખનું એકાએક ઢળી પડતા મોત

પ્રમુખ અને ભાડુઆત સાથે બોલાચાલી બાદ બનાવથી પોલીસ તપાસ: મૃતકના પરિવારજનો દ્વારા ઝપાઝપી થયાનો આક્ષેપ : પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી

- Advertisement -

જામનગર તાલુકાના ઠેબા ગામમાં આવેલી મસ્જિદના ટ્રસ્ટના પ્રમુખનું ભાડુઆત સાથે બોલાચાલી થયા બાદ ઢળી પડતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ગામના ભાવભરા વિસ્તારમાં રહેતાં જુમાભાઇ સુમાભાઈ રાજા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગઇકાલે ગામમાં આવેલી હુશેની મસ્જિદના પ્રમુખ તરીકે સેવા આપે છે. સોમવારે સાંજના સમયે મસ્જિદની દુકાનના ભાડુઆત વેપારી સાથે ભાડાની ચૂકવણી રોકડમાં કરવી કે ચેકથી કરવી તે બાબતે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન પ્રમુખ જુમાભાઈ આ બોલાચાલીના થોડા સમય પછી વાણંદની દુકાને બેઠા હતાં તે દરમિયાન જ એકાએક ઢળી પડી બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં ફરજ પરના તબીબોએ મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિવારજનો દ્વારા પ્રમુખ અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થયા બાદ સમગ્ર ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular