કેન્દ્રે સબસીડી રોકવાનો ડંડો પછાડતાં ઈવી (ઈલેકટ્રીક વાહન) નિર્માતા ગ્રાહકોને ઈવી ચાર્જરનાં પૈસા પાછા આપવા માટે મજબુર બન્યા છે. આ અંગેની વિગત મુજબ એથર એનર્જી, ઓલા ઈલેકટ્રીક, ટીવીએસ મેટર અને હીરો મોટોકોર્પ જેવી ઈવી નિર્માતા કંપનીઓ અગાઉ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવેલ ઈલેકટ્રીક વ્હીકલના પૈસા ગ્રાહકને પરત આપવા માટે સહમત થઈ છે. આ ફેસલો લેવા માટે ઈવી નિર્માતાઓ એટલા માટે મજબુર બન્યા છે. કારણ કે ઈલેકટ્રીક સ્કુટરની સાથે આવતી ઈવી ચાર્જીંગ યુનિટ માટે ગ્રાહકો પાસેથી પૈસા વસુલવાનાં કારણે કેન્દ્રે એફએએઈ-2 (ફેમ-2) યોજના અંતર્ગત ઈલેકટ્રીક વાહન નિર્માતાઓને આપવામાં આવતા ઈન્સેટીવ રકમ (સબસીડી) રોકી દીધી છે. ગ્રાહકોને રિફંડ કરવામાં આવનારી રકમ 300 કરોડ હોવાનું અનુમાન છે. ગ્રાહકોને પૈસા પરત કર્યા બાદ જ ઈવી નિર્માતા સરકાર દ્વારા પ્રસ્તાવિત ફેમ-2ઈન્સેટીવ મેળવવાના પાત્ર બને છે. રિપોર્ટ મુજબ ઓલા ઈલેકટ્રીક લગભગ 1 લાખ ઈવી ગ્રાહકોને 130 કરોડ રૂપિયા પરત કરશે.ટોપ ઈવી કંપની એથર એનર્જી 95000 ગ્રાહકોને 140 કરોડ પરત કરશે. હીરો મોટો કોર્પ અને ટીવીએસ તેના 90,000 ગ્રાહકોને 18 કરોડ પરત કરશે.