દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સતવારાને ચોરા પાસે રહેતા અમિતભાઈ નટવરભાઈ કણજારીયા નામના 38 વર્ષના યુવાનને હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ પિયુષભાઈ ઓધવજીભાઈ કણજારીયાએ ભાણવડ પોલીસને કરી છે.