સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 20 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં સુરક્ષા, ખેતીની જમીન, ગૌશાળાની જમીન, રસ્તા, ભૂગર્ભ ગટરની સફાઈ, પીવાનું પાણી, પ્રોપર્ટી કાર્ડ, ટેન્કરની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ અંગેના પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સંલગ્ન વિભાગના અધિકારીઓ જાતે જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. તેમજ અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વી. ડી. સાકરીયા, મામલતદાર એ. એસ. ઝાંપડા, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા..