Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : બ્રહ્મસમાજના યુવાન દ્વારા કરેલ આપઘાત અંગે તપાસની માંગ

Video : બ્રહ્મસમાજના યુવાન દ્વારા કરેલ આપઘાત અંગે તપાસની માંગ

સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

ખંભાળિયાના બ્રહ્મ સમાજના અગ્રણીના પુત્ર દ્વારા કરવામાં આવેલ આપઘાતના કેસમાં યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ જામનગર જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ખંભાળિયાના રહેવાસી કેશવ સંદિપભાઈ ભાનુપ્રસાદ ખેતિયા દ્વારા તા.20-4-2023 ના રોજ આપઘાત કર્યો હતો. તે આઈઆઈટીઈ કોલેજ ગાંધીનગરમાં અભ્યાસ કરતાં હતાં અને ઓછી હાજરીના કારણે પરીક્ષામાં બેસવા દેવાની કોલેજના સતાવાળાઓએ ના પાડી હતી આ અંગે વિદ્યાર્થીના વાલી દ્વારા કોલેજ સતાવાળાઓને વિદ્યાર્થી બીમારી સબબ ગેરહાજર રહેતા હોવાનું અને મેડીકલ સર્ટીફિકેટ પણ આપ્યા હતાં. બનાવના દિવસે કેશવને પ્રેકટીકલમાંથી બહાર કાઢી મૂકતા તે એચ.ઓ.ડી.ને રૂબરૂ મળેલ આથી તેમની સાથે મુલાકાતમાં શું વાતચીત થઈ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર અંગે ન્યાયિક તપાસની માંગણી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.

- Advertisement -

સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના જામનગર જિલ્લા પ્રમુખ જયદેવ ભટ્ટ, શહેર પ્રમુખ શશીકાંત પુંજાણી, ગુજરાત પ્રદેશ કાર્યકરી પ્રમુખ નિલેશ આચાર્ય, મહિલા પાંખ જિલ્લા પ્રમુખ રણુકાબેન ભટ્ટ તથા મહિલા પાંખ શહેર પ્રમુખ માધવીબેન ભટ્ટ સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular