દ્વારકાધીશ જગત મંદિરમાં તા.23 ના રોજ વૈશાખ સુદ 3 (ત્રીજ) ના દિવસે તૃતીયા હોય, જગત મંદિરમાં ઠાકોરજીના ઉત્સવ દર્શનના ક્રમમાં જરૂરી ફેરફાર રહેશે. આગામી રવિવારના દિવસે સવારે મંગલા દર્શન નિત્યક્રમ અનુસાર, અભિષેક સ્નાન સવારે 8 થી 9 સુધી (દર્શન બંધ), સવારે 9 થી 10 સુધી શૃંગાર દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.
ત્યારબાદ સવારે 10 થી 12 સુધી અનોસર, એટલે કે દર્શન બંધ રહેશે. બપોરે 12 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી થશે. બપોરે 1.30 સુધી શ્રીજીના ઉત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. બપોરે 1.30 થી 5 સુધી મંદિર બંધ રહેરો. સાંજના ક્રમમાં 5 વાગ્યે ઉત્થાપન દર્શન, 6 થી 7 સુધી ચંદન વાઘા વિસર્જન અનોસર, એટલે કે મંદિર બંધ રહ્યા બાદ, સાંજે 7 થી નિત્યક્રમાનુસાર ઠાકોરજીના દર્શન થશે તેમ જગતમંદિરના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.