Thursday, December 26, 2024
Homeરાજ્યદ્વારકામાં ભિક્ષાવૃતી કરતો શખ્સ ચોરીના ગુનામાં ઝડપાયો

દ્વારકામાં ભિક્ષાવૃતી કરતો શખ્સ ચોરીના ગુનામાં ઝડપાયો

- Advertisement -

દ્વારકા પંથકમાં થોડા સમય પૂર્વે જુદા જુદા સ્થળોએથી મોબાઈલ ફોનની ચોરી થયાના બનાવો નોંધાયા હતા. આ પ્રકરણમાં એલસીબી પોલીસે કાર્યવાહી કરી, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, સજુભા જાડેજા તથા ડાડુભાઈ જોગલને મળેલી બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ વતની અને હાલ દ્વારકામાં રહી અને ભિક્ષાવૃત્તિ કરતા અશોક કાનજીભાઈ ચૌહાણ નામના 24 વર્ષના નાથબાવા શખ્સને ઝડપી લઇ, ચેકિંગ કરતા ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરાયાની કબુલાત આપવામાં આવી હતી.

- Advertisement -

આથી પોલીસે રૂપિયા 28,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સાથે તેની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular