જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે રેવન્યુ સર્વે નં 406, હેકટર 3-10-43 વાળી જમીનના માલિક અને ફરિયાદી હરપાલસિંહ દેવુભા જાડેજાના ભાગની અને નામની આવેલ હોય તથા આ ફરિયાદીની જમીનની બાજુમાં સેઢે તેમના કાકાના દિકરા ભુપતસિંહ સજુભા જાડેજાની જમીન આવેલી હોય તેમને તેમની જમીન સાથોસાથ ફરિયાદીની જમીનમાં પણ દબાણ કર્યુ હોય અને આરોપી ભુપતસિંહ સજુભા જાડેજા અને તેમના પત્ની આ જમીન ખાલી કરતા ન હોય જેથી ફરિયાદીએ તેમના સામે લેન્ડ ગે્રબિંગ એકટ તળે ગુનો નોંધાવેલ અને કલેકટર સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી તે અંગે કલેકટરએ ધ્રોલ પોલીસને ગુનો નોંધવા માટે હુકમ કર્યો હતો. જેથી આ ગુનો ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આ નવા કાયદા મુજબ ડીવાયએસપી જામનગર ગ્રામ્ય તપાસ કરતા હોય અને આરોપીઓને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. જેથી આરોપીઓ દ્વારા અદાલતમાં જામીન મુકત થવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલતે તમામ દલીલો રેકર્ડ અને ફરિયાદ ધ્યાને લઇ અને આરોપી તરફે થયેલ રજૂઆતો અને દલોલો માન્ય રાખી આરોપી ભુપતસિંહ સજુભા જાડેજા અને તેમના પત્ની રાજેશ્ર્વરીબા જાડેજાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવાત થા નિતેશ મુછડિયા રોકાયેલા હતાં.