આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના હર્ષદ વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષ 4 માસની સગીર વયની પુત્રીને કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા રવિગીરી મનસુખગીરી મેઘનાથી નામના શખ્સ દ્વારા તેણીની જાતીય સતામણી કરી તેણીના ઘરે તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારવા ઉપરાંત થોડા સમય પૂર્વે સગીરાને અપહરણ કરીને પોરબંદર લઈ જઈ અને ત્યાં દુષ્કર્મ ગુજારવા અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી રવિગીરી મેઘનાથી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.