Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર INS વાલસુરા દ્વારા કોસ્ટલ મોટર કાર અભિયાનનું સ્વાગત - VIDEO

જામનગર INS વાલસુરા દ્વારા કોસ્ટલ મોટર કાર અભિયાનનું સ્વાગત – VIDEO

કોલકાતા, પશ્ચિમ બંગાળથી લખપત ગુજરાતની 75 હજાર કિ.મી. દરિયાકાંઠો આવરી લેવાશે : NWWA દ્વારા MOU કરાયા

- Advertisement -

ભારતને આઝાદને 75 વર્ષ પૂર્ણ થશે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75000 કિલોમીટરની સમગ્ર ભારતીય દરિયાકાંઠાને આવરી લેવા કોસ્ટલ મોટરકાર અભિયાન ચાલ છે. જેનું જામનગરના આઈ.એન.એસ. વાલસુરા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે NWWS દ્વારા MOU પણ હસ્તાક્ષર કરાયા હતાં.

- Advertisement -

કોસ્ટલ મોટર કાર અભિયાન ‘Sam no Varunah’ કે જેમાં કોલકાતા, પશ્ર્ચિમ બંગાળથી લખપત, ગુજરાત સુધીની 75000 કિલોમીટરની સમગ્ર ભારતીય દરિયાકાંઠાને આવરી લેવામાં આવી છે. જેનું સ્વાગત આઇએનએસ વાલસુરા ખાતે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર રેલીનો મુખ્ય હેતુ મેરીટાઈમ અવેરનેશ ફેલાવવાનો છે. આ ઉપરાંત નેવીમાં જોડાવા અંગેની જાગૃતતા ફેલાવવાનો છે. આ રેલી દરમિયાન વીરનારીને મળી તેમનું સન્માન કરાય છે. વૃદ્ધાશ્રમ તેમજ વિવિધ શાળાની મુલાકાત પણ લેવામાં આવે છે અને ઈન્ડીયન નેવી વિશે જાણકારી આપવામાં આવે છે તેવું નેવલ ઓફિસર ઈન્ચાર્જ ગુજરાત કમોડોર નીતિન બિશ્નોઈ કે જેઓ રેલીના ટીમ ઓઆઈસી છે તેઓએ આવ્યું હતું. NWWA દ્વારા આયોજીત આ રેલીનું જામનગર INS ખાતે સ્વાગત કરાયું હતું.

આ તકે આ ઉપરાંત પણ NWWA ના પ્રમુખ કલા હરિકુમાર દ્વારા રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અને ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા અને આસી. રજીસ્ટાર પ્રવિણ મકવાણા એમ.ઓ.યુ. પણ હસ્તાક્ષર કરાયા હતાં. આ પ્રસંગે કાર્યક્રમમાં તલવાર રાસ તેમજ સંગીતની કૃતિઓ રજૂ કરાઇ હતી અને મહિલાઓનું સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular