જામનગર શહેરમાં પીજીવીસીએલની ચેકિંગ ટુકડી સક્રિય બની છે. આજે સવારથી જ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકિંગમાં 69 વીજ જોડાણોમાંથી 22 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.
પીજીવીસીસીએલ જામનગર દ્વારા શહેરના સીટી ડીવીઝન 1 ના વિસ્તારો જેવા કે રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી, ગુલાબનગર, રામવાડી, રવિ પાર્ક વગેરે વિસ્તારોમાં ચેકિંગની ધોંસ બોલાવી હતી. વીજ ચેકિંગ દરમિયાન પીજીવીસીએલની કુલ 30 જેટલી ટીમો દ્વારા શહેરના 372 વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પૈકી 69 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા 22 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલના ચેકિંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.