જામનગર શહેરના ગુરૂદ્વારા ગુરૂ સિંઘ સભામાં બૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂદ્વારામાં સવારે શેજ પાઠ સાહેબની સમાપ્તિ બાદ શબ્દ કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુરૂ ગ્ંરથ સાહેબને માથુ ટેકવી ધન્યતા અનુભવી હતી તેમજ ગુરૂ દ્વારામાં આયોજીત ગુરૂ કા લંગર પ્રસાદીનો પણ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બૈશાખીના દિવસથી પંજાબના ખેડૂતો દ્વારા ખેતરોમાંથી ગેહુની ફસલ કાપવામાં આવે છે ત્યારે જામનગરમાં હર્ષોલ્લાસ સાથે બૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.