Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાંથી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મરની 11 કેવી લાઇનમાં જોડી વિજ ચોરી ઝડપાઇ

જામજોધપુરમાંથી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મરની 11 કેવી લાઇનમાં જોડી વિજ ચોરી ઝડપાઇ

રાજકોટ પીજીવીસીએલ વિજિલન્સ ટીમના દરોડા : ત્રણ આસામીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી

- Advertisement -

ડીજીવીસીએલ રાજકોટના વિજિલન્સ વિભાગ દ્વારા જામજોધપુરના સાતવડી ગામ ખેતીવાડી વિસ્તારમાંથી વિજ ચેકિંગ દરમિયાન 11 કેવીની લાઇનમાં બિનઅધિકૃત જોડાણ ઝડપી લઇ ત્રણ જોડાણોના પાવર સપ્લાઇ કાપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ જોડાણોમાં પૂરવણી બિલની અંદાજિત રકમ રૂા. 15 લાખ હતી.
પીજીવીસીએલ-રાજકોટના વિજિલન્સ વિભાગ દ્વારા તા. 12ના રોજ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામજોધપુર ઇસ્ટ પેટા વિભાગીય કચેરી હેઠળના સાતવડી ગામના ખેતીવાડી વિસ્તારમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાર જેટલી વિજ ચેકિંગ ટીમો, ત્રણ જીયુવીએનએલ પોલીસ તથા ત્રણ એસઆરપીના રક્ષણ સાથે હાથ ધરવામાં આવેલ વિજ ચેકિંગ દરમિયાન આ વિસ્તારમાં પ્રાઇવેટ ટ્રાન્સફોર્મરને જ્યોતિ ગ્રામ ફિડરની 11 કેવીની લાઇનમાં બિનઅધિકૃત રીતે જોડી ખેતીવાડીમાં ત્રણ જોડાણમાં બિનઅધિકૃત વિજ વપરાશ ઝડપાતાં ત્રણેય જોડાણોના પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યા હતાં. તેમજ સ્થળ ઉપરથી પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર તેમજ વિજ જોડાણો કબજે કરી તિર્થરાજસિંહ હનુભા વાળા, પ્રવિણસિંહ ખોડુભા વાળા તથા કર્ણુભા જીજીભા વાળા નામના ત્રણ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જોડાણોના પુરવણી બિલ પેટે અંદાજિત રૂા. 15,00,000ની રકમ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular